‘બૅન્ગ બૅન્ગ’ને ટક્કર આપવા તૈયાર ‘સૂર્યવંશી’

21 November, 2021 04:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૃતિકની ફિલ્મના બૉક્સ-ઑફિસ કલેક્શનને ટક્કર આપવા અક્ષયકુમારની ફિલ્મને ફક્ત બાર કરોડની જરૂર

‘બૅન્ગ બૅન્ગ’ને ટક્કર આપવા તૈયાર ‘સૂર્યવંશી’

‘સૂર્યવંશી’ ટૂંક સમયમાં જ ‘બૅન્ગ બૅન્ગ’ને બૉક્સ-ઑફિસ પર ટક્કર આપવા તૈયાર છે. ‘બૅન્ગ બૅન્ગ’નો કુલ બિઝનેસ ભારતમાં ૧૮૧ કરોડનો થયો હતો. આ ફિલ્મમાં કૅટરિના કૈફ અને હૃતિક રોશન લીડ રોલમાં જોવા મળ્યાં હતાં. પાંચ નવેમ્બરે રિલીઝ થયેલી ‘સૂર્યવંશી’એ અત્યાર સુધી ૧૬૯.૫૩ કરોડનું કલેક્શન કરી લીધું છે. હજી વીક-એન્ડનું કલેક્શન એમાં ઉમેરવામાં આવશે. રોહિત શેટ્ટીની ‘સૂર્યવંશી’ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. દિવાળી દરમ્યાન રિલીઝ થઈ હોવાથી આ ફિલ્મને ઘણો ફાયદો થયો છે. લૉકડાઉનને કારણે બંધ થિયેટર્સ ફરીથી શરૂ થાય એ માટે મેકર્સ રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થતાં જ લોકો પણ થિયેટર્સ તરફ વળ્યા છે. એથી આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારો એવો લાભ થયો છે. ‘સૂર્યવંશી’ હજી ૧૨ કરોડનું કલેક્શન કરી લે તો એ ‘બૅન્ગ બૅન્ગ’થી આગળ નીકળી જશે. ગુરુ નાનક જયંતી હોવાથી પણ ફિલ્મને ફાયદો થયો છે. એ જ દિવસે ‘બન્ટી ઔર બબલી 2’ પણ રિલીઝ થઈ હતી, પરંતુ એ ફિલ્મને જોઈએ એટલો પ્રતિસાદ નથી મળ્યો. હરિયાણા અને મધ્ય પ્રદેશમાં થિયેટર્સ ૧૦૦ ટકા કૅપેસિટી સાથે શરૂ થઈ ગયાં છે. એથી ‘સૂર્યવંશી’ માટે એક ગુડ ન્યુઝ છે અને એ ટૂંક સમયમાં ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જાય તો નવાઈ નહીં.

bollywood news bollywood bollywood gossips entertainment news hrithik roshan