અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` આ તારીખે થશે રિલીઝ

15 June, 2021 05:20 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. સત્ય ઘટના પર આધારીત આ ફિલ્મ 27 જુલાઈના રોજ રિલીઝ છે.

બેલબોટમ

ખતરોના ખેલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ` ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.  ફિલ્મના નિર્માતાઓએ અક્ષય કુમારની જાસૂસી થ્રિલર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.  બૉલિવૂડના ખેલાડીની ફિલ્મ  `બેલબોટમ` 27 જુલાઈએ રિલીઝ થશે. 

અક્ષય કુમારની ફિલ્મ `બેલબૉટમ`નું શૂટિંગ કોરોના કાળ દરમિયાન દરમિયાન જ પૂર્ણ થયું હતું. આટલું જ નહીં કોવિડની મહામારી દરમિયાન પણ પ્રોટોકોલનું પાલન સાથે ફિલ્મનું શૂટ પૂર્ણ કરનારી આ  પહેલી હિન્દી ફિલ્મ હોવાને કારણે તેની  પ્રશંસા કરવામાં આવી રહી છે.  સત્ય ઘટના પર આધારિત સસ્પેન્સફુલ જાસૂસી ડ્રામા ફિલ્મ હવે રિલીઝ માટે તૈયાર છે. આ સાથે જ ચાહકો પણ આ અક્ષયની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.


અક્ષય કુમારે `બેલબૉટમ` ને લઈ ટ્વિટ કરીને લખ્યું છે કે, `હું જાણું છું કે તમે `બેલબૉટમ`ની રાહ જોઇ રહ્યા છો. હું મારી ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા કરીને ખૂબ જ ખુશ છું.  તે 27 જુલાઇએ મોટા પડદા પર વિશ્વભરમાં રજૂ થવા જઈ રહી છે.`

 આ ફિલ્મમાં દેશના એવા હીરોની કહાની છે જે તમને વિચારવા પર મજબુર કરી દેશે. આ ફિલ્મમાં વાની કપૂર અક્ષય સાથે જોવા મળશે. આ ફિલ્મમાં લારા દત્તા પણ જોવા મળશે જે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં નિભાવી રહી છે.  આ સાથે  જ ફિલ્મ મનોરંજનથી ભરેલી છે.  ફિલ્મના નિર્માતા પૂજા એંટરટેનમેંટના વશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી છે. `બેલબૉટમ`નું દિગ્દર્શન રણજિત એમ. તિવારીએ કર્યું છે.  સ્ટોરી અસીમ અરોરા અને પરવેઝ શેખ દ્વારા લખવામાં આવી છે.

bollywood news entertainment news akshay kumar vani kapoor lara dutta