અક્ષય કુમાર આસામ પૂર અને કાજીરંગા પાર્કમાં બચાવ માટે આપશે 1 કરોડ

17 July, 2019 07:41 PM IST  | 

અક્ષય કુમાર આસામ પૂર અને કાજીરંગા પાર્કમાં બચાવ માટે આપશે 1 કરોડ

અક્ષય કુમાર પૂરની સ્થિતિ સામે લડી રહેલા આસામના લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આસામમાં પૂરના કારણે આશરે 52 લાખ લોકો પ્રભાવિત થયા છે. આસામમાં પૂરના કારણે અત્યાર સુધી 20 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. પૂરના કારણે ખરાબ થતા માહોલને કારણે રાજ્ય સરકારે રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આસામમાં સ્થિતિ કાજીરંગા નેશનલ પાર્કનો અત્યાર સુધી 90 ટકા ભાગ પાણીમાં ડૂબી ચૂક્યો છે. આસામમાં આ હાલતને જોતા અક્ષય કુમારે મુખ્યપ્રધાન રાહત કોષમાં એક કરોડ રૂપિયા આપવાની ઘોષણા કરી છે.

આ વાતની જાણકારી આપતા અક્ષય કુમારે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે. આસામમાં પૂરના કારણે થઈ રહેલા નુકસાનના કારણે મારૂ દિલ ટૂટી ગયું છે. ત્યા ઘણા લોકો અને પ્રાણીઓ પૂરની સ્થિતિનો ભાગ બન્યા છે તે બધાને સપોર્ટ કરવાની જરૂર છે. હું મુખ્યપ્રધાન રાહત કોષ અને કાજીરંગા રેસ્ક્યૂ માટે 1 કરોડ રૂપિયા દાન કરૂ છું. હું બધાને વિનંતી કરૂ છું કે તમે પણ મદદ માટે આગળ આવો.'

આ પણ વાંચો:દીપિકા પાદુકોણ બહેન અનીશાને લઈને થઈ ઈમોશનલ, કહ્યું...

અક્ષય કુમારના ટ્વીટને ફેન્સનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ અક્ષય કુમારની જાહેરાત પછી તેમના વખાણ કરી રહ્યાં છે. અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી પેટ્રોઈક ફિલ્મો પર ધ્યાન કેન્દ્ગીત કરી રહ્યાં છે. અક્ષય કુમારથી સિનેમા ઘરોમાં જોવા મળશે. અક્ષય કુમાર મંગલ પર બનેલી ફિલ્મ 'મિશન મંગલ' લઈને આવી રહ્યાં છે.

akshay kumar gujarati mid-day