દીપિકા પાદુકોણ બહેન અનીશાને લઈને થઈ ઈમોશનલ, કહ્યું...

Updated: Jul 17, 2019, 19:33 IST | મુંબઈ

બોલીવુડ સ્ટાર્સની અંગત લાઈફ વિશે જાણવાની બધાને ઈંતેજારી રહેતી હોય છે. જો કે બોલીવુડ સ્ટાર્સ પણ આખરે તો લાગણીશીલ માણસો જ છે. એટલે જ તેઓ ક્યારેક ગુસ્સે થાય છે, ઝઘડે છે અને નારાજ પણ થાય છે.

દીપિકા પાદુકોણ બહેન અનીશાને લઈને થઈ ભાવુક.
દીપિકા પાદુકોણ બહેન અનીશાને લઈને થઈ ભાવુક.

બોલીવુડ સ્ટાર્સની અંગત લાઈફ વિશે જાણવાની બધાને ઈંતેજારી રહેતી હોય છે. જો કે બોલીવુડ સ્ટાર્સ પણ આખરે તો લાગણીશીલ માણસો જ છે. એટલે જ તેઓ ક્યારેક ગુસ્સે થાય છે, ઝઘડે છે અને નારાજ પણ થાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ દીપિકા પાદુકોણેએ પોતાની બહેન અંગે પોતાની ફીલિંગ વ્યક્ત કરી છે. દીપિકા તાજેતરમાં જ બહેન સાથે વિમ્બલ્ડનની મેચ જોવા માટે પહોંચી હતી. હવે દીપિકાએ બેહન અંગે ઈમોશનલ મેસેજ સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે અનિશાના કપાળ પર કિસ કરતી ઈમોશનલ દેખાઈ રહી છે. આ ફોટો સાથે દીપિકાએ પોતાની બહેન અનીશા પાદુકોણ માટે એક સુંદર મેસેજ પણ લખ્યો છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોમે બહેન અનીશા સાથે રવિવારે લંડનમાં વિમ્બલ્ડનની ફાઈનલ જોવા માટે પહોંચી હતી. દીપિકાએ વધુ એક ફોટો પણ પોસ્ટ કર્યો છે, જેમાં બંને બહેનો લક્ઝરી બ્રાન્ડ રાલ્ફ લૉરેનના વ્હાઈટ ડ્રેસમાં દેખાઈ રહ્યા છે.

આ ફોટોના કેપ્શનમાં દીપિકાએ લખ્યું છે,'સ્પોર્ટ્સના ઈતિહાસની સૌથી ઐતિહાસિક ક્ષણોમાંથી જેને યાદ કરવામાં આવશે તેની સાક્ષી બની બંડલ ઓફ જૉય સાથે...'

આ પણ વાંચોઃ Vrajesh Hirjee: Golmaaalના 'નાગ' છે ગુજરાતી, કરી ચૂક્યા છે ગુજરાતી ફિલ્મ

વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલ દીપિકા લંડનમાં જ ફિલ્મ 83નું શૂટિંગ કરી રીહ છે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીત પર આધારિત છે. અને આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમીના પાત્રમાં દેખાશે. રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મ 2020માં 10 એપ્રિલે હિન્દી, તમિલ, તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK