‘ઓહ માય ગૉડ 2’માં થશે સેક્સ એજ્યુકેશન પર ચર્ચા?

06 December, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૨માં ‘ઓહ માય ગૉડ’ રિલીઝ થઈ હતી, જેમાં પરેશ રાવલ અને અક્ષયકુમાર જોવા મળ્યા હતાં.

અક્ષય કુમાર

અક્ષયકુમારે તાજેતરમાં જ જાહેરાત કરી કે તે એક સામાજિક વિષયને સંબંધિત ફિલ્મમાં દેખાવાનો છે. હવે એ જાણવા મળ્યુ છે કે એ ફિલ્મ સેક્સ એજ્યુકેશન પર આધારિત રહેશે અને એ ફિલ્મનું નામ ‘ઓહ માય ગૉડ 2’ છે. જોકે હજી સુધી એ વિશે સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. ૨૦૧૨માં ‘ઓહ માય ગૉડ’ રિલીઝ થઈ હતી, જેમાં પરેશ રાવલ અને અક્ષયકુમાર જોવા મળ્યા હતાં. પરેશ રાવલની દુકાન ભુકંપમાં ધ્વસ્ત થઈ જાય છે અને ઇન્શ્યોરન્સ કંપનીવાળા તેમને ભરપાઈ કરવાની ના પાડે છે. એથી તે ભગવાન વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરે છે. હવે ‘ઓહ માય ગૉડ 2’માં પણ કોર્ટરૂમ ડ્રામા છે. રાઇટર ડિરેક્ટર અમીત રાયે આ ફિલ્મમાં સેક્સ એજ્યુકેશનને ઉમેરતા સ્ટોરી લખી છે. મેકર્સને વિશ્વાસ છે કે ફિલ્મ જોઈને લોકો પણ આ વિષય પર ચર્ચા કરતા થઈ જશે. એવુ જાણવા મળ્યુ છે કે અક્ષયકુમારની સાથે ફિલ્મમાં પંકજ ​િત્રપાઠી અને યામી ગૌતમ પણ જોવા મળશે.

‘બેલ બૉટમ’ માત્ર એક ફિલ્મ હતી : અક્ષયકુમાર

સાઉદી અરેબિયામાં આયોજિત ‘રેડ સી ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં અક્ષયકુમારે જણાવ્યું કે ‘બેલ બૉટમ’ પાકિસ્તાન વિરુદ્ધની ફિલ્મ નહોતી. આ ફેસ્ટિવલમાં એક વ્યક્તિએ તેને સવાલ કર્યો કે ‘હું તમારા પાડોશી દેશ પાકિસ્તાનથી છું. મારી એક વિનંતી છે. તમે ‘પૅડમૅન’ અને ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’ જેવી શાનદાર ફિલ્મો બનાવી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તો ઘર્ષણ છે. તમારી હાલની ફિલ્મ ‘બેલ બૉટમ’માં કેટલીક બાબતો પાકિસ્તાન વિરુદ્ધ હતી.’

જોકે આવી વાતને નકાર આપતાં અક્ષયકુમારે કહ્યું કે ‘સર, આ તો માત્ર એક ફિલ્મ હતી. આટલા સિરિયસ થવાની જરૂર નથી. આ તો એક ફિલ્મ હતી. એવી તો ઘણીબધી વસ્તુઓ છે. સર, આ એક ફિલ્મ જ હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood akshay kumar oh my god