'83' અને 'સૂર્યવંશી' OTT પ્લેટફોર્મ પર નહીં થિયેટર્સમાં જ થશે રિલિઝ

12 April, 2020 12:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'83' અને 'સૂર્યવંશી' OTT પ્લેટફોર્મ પર નહીં થિયેટર્સમાં જ થશે રિલિઝ

ફિલ્મ 'સુર્યવંશી' અને '83'નું પોસ્ટર

કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે બધુ જ બંધ છે. મૉલ અને થિયેટર્સ પણ બંધ છે. છતા લોકો ફિલ્મોનો જોવાનો આનંદ માણી રહ્યાં છે. થિયેટરમાં બેક ટૂ બેક શ્રેષ્ઠ ફિલ્મો  રિલીઝ થવાની હતી પણ લૉકડાઉનને કારણે ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે.

લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે તે દરમ્યાન સૌથી પહેલા બે ફીલ્મ રિલીઝ થવાની હતી એક અક્ષય કુમારની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83', પરંતુ લૉકડાઉનની જાહેરાત થતા જ બન્ને ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી હતી. પણ હવે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની તારીખ હજી પણ જાહેર કરવામાં નથી આવી. પરંતુ હવે લૉકડાઉનનો સમય વધારવામાં આવ્યો હોવાથી ચર્ચાઓ થઈ રહી છે કે આ બન્ને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જો કે એન્ટરટેઈનમેન્ટ ગ્રુપના સીઈઓ શિબાશીષ સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ ફિલ્મોને થિયેટર્સમાં જ રિલિઝ કરવામાં આવશે. આ પ્રકારની ફિલ્મોને સીધી OTT પ્લેટફોર્મ પર રિલિઝ કરીએ તે યોગ્ય નથી. અત્યારની પરિસ્થિતિ જોતા લાગે છે કે તેને સામાન્ય થતા-થતા હજી ત્રણથી છ મહિના થશે. એટલે ફિલ્મો માટે અમે માનસિક રૂપથી તૈયાર છીએ જ. અમે બન્ને ફિલ્મને થિયેટ્રિકલ રિલીઝ જ કરશું.

entertainment news bollywood bollywood news upcoming movie sooryavanshi akshay kumar ranveer singh