અરમાન મલિકના પિતાને ૬ કરોડમાં ઘર વેચ્યું અક્ષયકુમારે

25 September, 2022 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો રહે છે

અરમાન મલિકના પિતાને ૬ કરોડમાં ઘર વેચ્યું અક્ષયકુમારે

અક્ષયકુમારે હાલમાં અરમાન અને અમાલ મલિકના પિતા ડબુ મલિકને ૬ કરોડ રૂપિયામાં ઘર વેચ્યું છે. અક્ષયકુમાર પ્રૉપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો રહે છે. અંધેરી-વેસ્ટમાં આવેલા ટ્રાન્સકન ટ્રાયમ્ફ-ટાવર ૧-એ-૨૧૦૪ અપાર્ટમેન્ટ ૧૨૮૧ સ્ક્વેર ફુટનું છે અને એમાં ૫૯ સ્ક્વેર ફુટની બાલ્કની છે. આ ઘરને અક્ષયકુમારે ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જોકે હવે ડબુ મલિકને તેણે ૬ કરોડમાં વેચી દીધું હોવાની ચર્ચા છે. આ ડીલ ૧૨ ઑગસ્ટે થઈ હતી. પેપર પર ડબુ મલિક અને જ્યોતિ મલિકનાં નામ છે. અક્ષયકુમારની આ સિવાય અંધેરી, જુહુ, મુલુંડ અને બોરીવલીમાં પણ ઘણી પ્રૉપર્ટી છે.

entertainment news bollywood news akshay kumar