અક્ષય કરશે આ એક્ટ્રેસ સાથે રોમાન્સ, રિક્રિએટ થશે 'ટીપ-ટીપ બરસા પાની'

16 June, 2019 04:13 PM IST  | 

અક્ષય કરશે આ એક્ટ્રેસ સાથે રોમાન્સ, રિક્રિએટ થશે 'ટીપ-ટીપ બરસા પાની'

સૂર્યવંશી

સિંઘમ, સિંઘમ-2 અને સિમ્બા પછી રોહિત શેટ્ટી સૂર્યવંશી લઈને આવી રહ્યા છે. આ વખતે રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષયકુમાર અને રવીના ટંડનની ફિલ્મ મોહરાનું ગીત ટીપ-ટીપ બરસા પાની ફરી એક વાર રિક્રિએટ કરવામાં આવી રહ્યું છે. પણ આ ગીતમાં રવીના ટંડનના બદલે અક્ષયકુમાર સાથે કેટરિના કૈફ રોમાન્સ કરતા જોવા મળવાની છે.

બૉલીવુડના બેસ્ટ આઈકૉનિક ગીતની લિસ્ટમાં ટીપ-ટીપ બરસા પાની ગીતને 1994માં ફિલ્મ મોહરા માટે રવીના ટંડન અને અક્ષયકુમાર પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. આ ગીતને ઘણા લોકોએ પસંદ કર્યું હતુ અને હાલ પણ આ ગીત ઘણું ફૅમસ છે. હવે સૂર્યવંશી ફિલ્મમાં રોહિત શેટ્ટી ફરીથી આ ગીતને રિક્રિએટ કરવા જઈ રહ્યા છે. પરંતુ આ ગીતની હીરોઈન કેટરિના કૈફ છે અને અક્ષયકુમાર અને કેટરિના જલદી જ આ ગીતની શૂટિંગ માટે હૈદરાબાદ રામૂજી સ્ટૂડિયોમાં જશે.

જણાવી દઈએ કે કેટરિના અને અક્ષયની જોડી નવ વર્ષ બાદ ફરીથી સ્ક્રીન પર જોવા મળશે. બન્ને છેલ્લે ફિલ્મ તીસ માર ખાનમાં એકસાથે જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરિનાની ઑન સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ પણ આવે છે. હવે જોવાનું રહેશે કે આ ગીત રવીના અને અક્ષયની જોડીએ જે કમાલ કરી હતી શું કેટરિના સાથે અક્ષયની જોડી જામશે કે નહીં.

આ પણ વાંચો : રણવીર સિંહે પિતા સાથે શૅર કરી આ તસવીર, ફૅશન પાછળ છે આ સીક્રેટ

જણાવી દઈએ કે સૂર્યવંશી ફિલ્મ નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. ફિલ્મનું પ્રોડક્શન રોહિત શેટ્ટી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમાર ડીસીપી વીર સૂર્યવંશીનું પાત્ર ભજવી રહ્યા છે. અક્ષય-કેટરિના સિવાય આ ફિલ્મમાં નીના ગુપ્તા, ગુલશન ગ્રોવર, અભિમન્યુ સિંહ, સિકમદર ખેર પણ છે આ ફિલ્મ આવતાા વર્ષે માર્ચમાં રિલીઝ થશે.

akshay kumar katrina kaif rohit shetty karan johar bollywood news