‘બેલ બૉટમ’ માટે ૩૦ કરોડ ઘટાડવાની વાતને રદિયો આપ્યો અક્ષયકુમારે

15 June, 2021 09:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના પ્રોડ્યુસર વાશુ ભગનાણીએ અક્ષયકુમારને વિનંતી કરી હતી કે આ ફિલ્મનું બજેટ વધી ગયું હોવાથી ફી ૩૦ કરોડ જેટલી ઘટાડવામાં આવે

અક્ષયકુમાર

અક્ષયકુમારે એ વાતને ફગાવી દીધી છે કે તેણે ‘બેલ બૉટમ’ માટે ૩૦ કરોડ રૂપિયા જેટલો પોતાની ફીમાં ઘટાડો કર્યો હતો. એવી ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર વાશુ ભગનાણીએ અક્ષયકુમારને વિનંતી કરી હતી કે આ ફિલ્મનું બજેટ વધી ગયું હોવાથી ફી ૩૦ કરોડ જેટલી ઘટાડવામાં આવે. સાથે જ તેને એવી પણ બાંહેધરી આપવામાં આવી હતી કે જો ફિલ્મ સારો બિઝનેસ કરશે તો તેને એમાંથી થોડી રકમ પણ આપવામાં આવશે. જોકે આ બધી અફવાનું ખંડન કરતાં ટ્વિટર પર વાશુ ભગનાણીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ સમાચારમાં જરા પણ વાસ્તવિકતા નથી. બીજી તરફ આ બધી અફવાઓ પર અક્ષયકુમારને પણ ગુસ્સો છે.’

ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે સવારે જાગતાં જ આવા ખોટા સમાચારો સામે આવ્યા છે.

entertainment news bollywood bollywood news upcoming movie akshay kumar jackky bhagnani