સાજિદ ખાન નિર્દોષ સાબિત થશે તો હું ચોક્કસ તેની સાથે કામ કરીશ : અક્ષય

29 September, 2019 08:48 AM IST  |  મુંબઈ

સાજિદ ખાન નિર્દોષ સાબિત થશે તો હું ચોક્કસ તેની સાથે કામ કરીશ : અક્ષય

સાજિદ ખાન

અક્ષયકુમારનું કહેવુ છે કે જો સાજિદ ખાન નિર્દોષ જાહેર થાય તો જ તે તેની સાથે કામ કરશે. સાજિદ ખાન વિરુદ્ધ કેટલીક મહિલાઓએ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનાં આરોપ મુક્યા હતાં. ‘હાઉસફુલ 4’નાં ટ્રેલર-લૉન્ચ વખતે સાજિદ સાથે ભવિષ્યમાં કામ કરવા વિશે પૂછવામાં આવતા

અક્ષયકુમારની ‘હાઉસફુલ 4’નો ૬૦ ટકા ભાગ સાજિદે ડિરેક્ટ કર્યો હતો. જોકે તેનાં પર લાગેલા આરોપો બાદ તેને આ ફિલ્મ છોડવી પડી હતી. સાજિદે આ અગાઉ ‘હાઉસફુલ’ની બન્ને ફ્રૅન્ચાઇઝીને પણ ડિરેક્ટ કરી હતી. ત્રણ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા હૅરૅસમેન્ટનાં આરોપ બાદ ફરહાદ સામજીને ‘હાઉસફુલ 4’ની જવાબદારી આપવામાં આવી હતી. આ ફિલ્મમાં ફરહાદ સામજી સાથે શું સાજિદને પણ ક્રેડિટ આપવામાં આવશે કે નહીં એ વિશે પૂછવામાં આવતા અક્ષયકુમારે કહ્યું હતું કે ‘એ વાત તો સાચી છે કે તે‌ણે ફિલ્મનો ૬૦ ટકા ભાગ ડિરેક્ટ કર્યો હતો. જોકે ક્રેડિટ આપવાની વાત હોય તો એ નિર્ણય ફોક્સ સ્ટાર સ્ટૂડિયો લેશે.’

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

#MeeToo મુવમેન્ટ શરૂ થઈ એને એક વર્ષનો સમય વિતી ગયો છે. આ કૅમ્પેન શરૂ થયા બાદ શું કોઇ પરિવર્તન આવ્યુ છે એ વિશે પૂછવામાં આવતા અક્ષયકુમારે કહ્યું હતું કે ‘હું જે પણ પ્રોડક્શન કંપનીને જાણું છું એમાં આ કૅમ્પેન બાદ ઘણાં પરિવર્તન આવ્યા છે. સાજિદ નડિયાદવાલાની કંપનીમાં પણ વર્તમાનમાં એક ઑફિસર છે જે ‍આવા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનાં કેસ પર ધ્યાન આપે છે. સાથે જ એ વાતની પણ ખાતરી કરે છે કે કંઈ પણ ખોટુ ન થાય. તેઓ ફરિયાદ લે છે અને કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરે છે. સિક્યોરિટી પણ ભરપૂર હોય છે. અમે નથી૬ ઇચ્છતા કે અમારી કંપનીમાં કે ફિલ્મનાં સેટ પર કોઈની સાથે ગેરવર્તન કરવામાં આવે.’

sajid khan akshay kumar