બેર ગ્રિલ્સ સાથે મળીને અક્ષયકુમારે રચી દીધો છે ઇતિહાસ

27 September, 2020 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બેર ગ્રિલ્સ સાથે મળીને અક્ષયકુમારે રચી દીધો છે ઇતિહાસ

અક્ષય કુમાર

બ્રિટિશ ઍડ્વેન્ચરર બેર ગ્રિલ્સના શો ‘ઇનટુ ધ વાઇલ્ડ’માં સામેલ થઈને અક્ષયકુમારે એક રેકૉર્ડ બનાવ્યો છે. ઇન્ફોટેઇનમેન્ટ જોનરમાં આ શો અત્યાર સુધીમાં સૌથી વધારે લોકો દ્વારા જોવામાં આવેલો બીજા નંબરનો એપિસોડ બની ગયો છે. તેમ જ આ જોનરમાં એ આ વર્ષનો સૌથી વધુ લોકો દ્વારા જોવાયેલો શો બની ગયો છે. અક્ષય કુમારનો એપિસોડ ૧૪ સપ્ટેમ્બરે દેખાડવામાં આવ્યો હતો. સોશ્યલ મીડિયામાં #ખિલાડીઑનડિસ્કવરી દ્વારા ૧.૩ બિલ્યન લોકો સુધી એને પહોંચાડવામાં આવ્યો હતો અને ૨.૯ બિલ્યન એની ઇમ્પ્રેશન મળી હતી. ડિસ્કવરી નેટવર્ક ચૅનલ પર લગભગ ૧.૧ કરોડ લોકોએ એનો પ્રીમિયર જોયો હતો. સાથે જ ડિસ્કવરી નેટવર્ક ચૅનલ પર લગભગ ૨.૬ કરોડ લોકોએ પહેલા અઠવાડિયામાં આ શો જોયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં અક્ષયકુમારે એનું શૂટિંગ કર્યું હતું. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રજનીકાન્ત પણ આ શોમાં જોવા મળ્યા હતા.

entertainment news bollywood bollywood news bollywood gossips akshay kumar