ચાંદની ચોકને મિસ કરી રહ્યો છે અક્ષયકુમાર

04 August, 2021 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આનંદ સર, તમે જાદુગર છો એનાથી વિશેષ તમારા વિશે શું કહું. ‘રક્ષાબંધન’નું મુંબઈ શેડ્યુલ પૂરું કર્યું ત્યારે હું એટલું કહીશ કે હું એક સારો ઍક્ટર બનીને સેટ છોડી રહ્યો છું.’

ચાંદની ચોકને મિસ કરી રહ્યો છે અક્ષયકુમાર

અક્ષયકુમારે હાલમા જ આનંદ એલ. રાય સાથેની ‘રક્ષાબંધન’નું મુંબઈ શેડ્યુલ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં દિલ્હીના ચાંદની ચોકના સેટને મુંબઈમાં બનાવવામાં આવ્યો હતો. સેટ પરના ફોટો શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘ચાંદની ચોકના રસ્તા પર ચાલવાનું હું મિસ કરી રહ્યો છું. આ સેટ હતો, પરંતુ એમ છતાં એ ખૂબ જ રિયલ લાગી રહ્યો હતો એ માટે હું સુમિત બાસુનો આભાર માનું છું. ભૂમિ પેડણેકરે તેની ટૅલન્ટ દ્વારા બૅલૅન્સ જાળવી રાખ્યું એ માટે તેનો આભાર. આનંદ સર, તમે જાદુગર છો એનાથી વિશેષ તમારા વિશે શું કહું. ‘રક્ષાબંધન’નું મુંબઈ શેડ્યુલ પૂરું કર્યું ત્યારે હું એટલું કહીશ કે હું એક સારો ઍક્ટર બનીને સેટ છોડી રહ્યો છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news akshay kumar