અક્ષયકુમાર બૉલીવુડનો નંબર વન ઍક્ટર છે : કરણ જોહર

13 March, 2020 01:33 PM IST  |  Mumbai Desk

અક્ષયકુમાર બૉલીવુડનો નંબર વન ઍક્ટર છે : કરણ જોહર

કરણ જોહર

અક્ષયકુમાર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યાં બાદ કરણ જોહરનું કહેવું છે કે તે બૉલીવુડનો નંબર વન હીરો છે. તેમણે ‘કેસરી’ અને ‘ગૂડ ન્યુઝ’માં સાથે કામ કર્યું છે અને ‘સૂર્યવંશી’ને લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મને ગઈ કાલે પોસ્ટપોન્ડ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી એનું પ્રમોશન જોરશોરમાં ચાલી રહ્યું હતું. જોકે એક વાત હકિકત છે કે છેલ્લાં ઘણાં સમયથી કરણ જોહરના પ્રોડક્શનની તમામ ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે, પરંતુ અક્ષયકુમાર સાથેની બન્ને ફિલ્મ હિટ રહી છે. આથી કહી શકાય કે અત્યારના સમયમાં કરણ જોહર માટે અક્ષયકુમાર તારણહાર જેવો છે. કરણે હાલમાં જ તેમની સાથે સોની પર આવતાં ‘ધ કપિલ શર્મા શો’માં હાજરી આપી હતી. અક્ષયકુમાર સાથે બૅક-ટુ-બૅક ફિલ્મ કરી રહ્યો હોવા વિશે પૂછતાં કરણે કહ્યું હતું કે ‘તે બૉલીવુડનો નંબર વન ઍક્ટર છે. મેં તેની સાથે ‘કેસરી’ અને ‘ગૂડ ન્યુઝ’ કરી છે અને બન્ને ફિલ્મે બૉક્સ-ઑફિસ પર કમાલ કરી છે. હું ભવિષ્યમાં પણ તેની સાથે વધુ ફિલ્મો કરવાની કોશિશ કરીશ.’

bollywood akshay kumar karan johar bollywood news bollywood gossips