અક્ષયને કોરોના થતાં ક્વૉરન્ટીન

05 April, 2021 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું સૌને વિનંતી કરું છું કે છેલ્લા થોડા દિવસો દરમ્યાન જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પણ ટેસ્ટ કરાવવી જોઈએ. તમારું ધ્યાન રાખો. હું જલદી જ ઍક્શનમાં આવી જઈશ.’

અક્ષય કુમાર

અક્ષયકુમાર કોરોના પૉઝિટિવ મળી આવતાં તે સેલ્ફ-ક્વૉરન્ટીન થયો છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને આમિર ખાનને કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. પોતાને કોરોના થયો હોવાની માહિતી ઇન્સ્ટાગ્રામ પર આપતાં અક્ષયકુમારે લખ્યું હતું કે ‘હું દરેકને જણાવવા માગું છું કે વહેલી સવારે મારી કોવિડ-19ની ટેસ્ટ પૉઝિટિવ આવી છે. તમામ નિયમોનું પાલન કરતાં મેં તરત જ મારી જાતને ક્વૉરન્ટીન કરી છે. હું હોમ ક્વૉરન્ટીન છું અને તમામ પ્રકારની કાળજી લઈ રહ્યો છું. હું સૌને વિનંતી કરું છું કે છેલ્લા થોડા દિવસો દરમ્યાન જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તેમણે પણ ટેસ્ટ કરાવવી જોઈએ. તમારું ધ્યાન રાખો. હું જલદી જ ઍક્શનમાં આવી જઈશ.’

bollywood news bollywood entertainment news akshay kumar coronavirus