ફિલ્મ અનાઉન્સ કરતાં ટ્રોલ થયો અક્ષયકુમાર

23 March, 2023 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીમેક બનાવવાનું બંધ કરવાની ડિમાન્ડ સાથે ફિલ્મ ન બનાવશે તો ચાલશે કહેવાઈ રહ્યું છે

અક્ષયકુમાર

અક્ષયકુમારે હાલમાં તેની ફિલ્મ અનાઉન્સ કરી એને જોતાં સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવાનું શરૂ થઈ ગયું છે. અક્ષયકુમારની આ ફિલ્મ સાઉથની ‘સુરારાઈ પોટ્ટરુ’ની હિન્દી રીમેક છે. આ અનટાઇટલ હિન્દી રીમેક પહેલી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ​ફિલ્મનો ફર્સ્ટ લુક તેણે શૅર કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ અને રાધિકા મદન લીડ રોલમાં છે. થોડા સમય અગાઉ તેની ‘સેલ્ફી’ રિલીઝ થઈ હતી, જે બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ દેખાડી શકી નહોતી. એ ફિલ્મ સાઉથની ‘ડ્રાઇવિંગ લાઇસન્સ’ની હિન્દી રીમેક હતી. હવે તે વધુ એક રીમેક લાવી રહ્યો છે. હવે તેની નવી ફિલ્મનું પોસ્ટર જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝર્સે લખ્યું, અરે ભાઈ, એકાદ-બે વર્ષ બાદ કોઈ ઢંગની સારી ફિલ્મ બનાવ. નહીં તો ન બનાવ. લોકો સતત તને જોઈને થાકી ગયા છે. અન્ય એકે લખ્યું, રીમેકકુમાર વધુ એક ફ્લૉપ લઈને આવી રહ્યો છે. તો રીમેક્સ બંધ કરવાની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તું હંમેશાં રીમેક ફિલ્મોને જ શું કામ પસંદ કરે છે? અમને ફ્રેશ કન્ટેન્ટ જોઈએ છે.

entertainment news bollywood news bollywood gossips bollywood akshay kumar