ફોર્બ્સના સૌથી ધનવાન એર્ક્ટસની યાદીમાં અક્ષય કુમાર છઠ્ઠા સ્થાને

12 August, 2020 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોર્બ્સના સૌથી ધનવાન એર્ક્ટસની યાદીમાં અક્ષય કુમાર છઠ્ઠા સ્થાને

અક્ષય કુમારની ફાઈલ તસવીર

ફોર્બ્સ મેગેઝિને મંગળવારે સૌથી ધનવાન એર્ક્ટસની વાર્ષિક યાદી બહાર પાડી છે. જે મુજબ, રેસલર ટર્ન્ડ ફિલ્મ સ્ટાર ડેવન જૉનસન (Dwayne Johnson) સતત બે વર્ષથી સૌથી વધુ વળતર મેળવનાર મેલ એક્ટર્સની લિસ્ટમાં ટોપ સ્થાને રહ્યાં છે. ટૉપ ટેનની યાદીમાં બૉલીવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar)એ પણ સ્થાન મેળવ્યું છે. અભિનેતા છઠ્ઠા સ્થાને છે. વિશેષ વાત એ છે કે, ફોર્બ્સની યાદીમાં ટૉપ ટેનમાં સ્થાન મેળવનાર અક્ષય કુમાર એકમાત્ર બૉલીવુડ અભિનેતા છે.

યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવનાર અક્ષય કુમારની 1 જૂન 2019થી 1 જૂન 2020 સુધીમાં 48.5 મિલિયન ડૉલર એટલે કે લગભગ 362 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મેગેઝિને દાવો કર્યો છે કે, અભિનેતાની અંદાજીત આવક પ્રોડક્ટ એડોર્સમેન્ટમાંથી આવી છે.

ફોર્બ્સે આપેલી માહિતી પ્રમાણે, જૉનસન જેમને ધ રોક પણ કહેવાય છે તેમણે 1 જૂન 2019થી 1 જૂન 2020ની અવધિમાં 87.5 મિલિયન ડૉલર કમાયા છે. જેમાં ફિલ્મ 'રેડ નોટિસ'થી નેટફ્લિક્સ 'ઇંક' દ્વારા કમાયેલા 23.5 મિલિયન ડોલર પણ સામેલ છે. તેમણે અંડર આર્મર ઇંકના પોતાના પ્રોજેક્ટ રોક ફિટનેસ વિયર લાઇનથી પણ પૈસા કમાયા છે. 'રેડ નોટિસ'માં જોનસનના સહ કલાકાર રયાન રેનોલ્ડ્સ, મેલ એક્ટરની ફોર્બ્સ રેકિંગમાં બીજું સ્થાન મળ્યું છે. તેમણે પોતાની ફિલ્મથી 20 મિલિયન ડોલર કમાયા છે. સાથે જ નેટફ્લિક્સ મૂવી 'સિક્સ અંડરગ્રાઉન્ડ'થી પણ તેમણે 20 મિલિયન કમાયા છે. એક વર્ષના સમયગાળામાં તેમણે 71.5 મિલિયન ડોલરની કમાણી કરી છે. એક્ટર અને પ્રોડ્યૂસર માર્ક વાહ્લબર્ગે પણ નેટફિલ્ક્સ એક્શન કોમેડીથી 58 મિલિયનથી કમાણી સાથે ત્રીજા સ્થાને છે. આ સૂચીમાં 55 મિલિયન સાથે એક્ટર બેન એફ્લેક ચોથા સ્થાને અને 54 મિલિયન સાથે પાંચમા સ્થાને વિન ડિઝલ છે. આ સિવાય આ લિસ્ટમાં લિન મૈનુઅલ મિરાંડા, એડમ સેન્ડલર, માર્શલ આર્ટ્સ સ્ટાર જેકી ચેન પણ છે.

ફોર્બ્સના આ આંકડા કલાકારો દ્વારા ટેક્સ પે કર્યા પહેલાનો છે. તેમજ આ આંકડામાં એજન્ટ, પ્રબંધકો અને વકીલોને ફી સિવાય કોઈ કપાત સામેલ નથી. મેગેઝિન અધિક ઈન્કમ કરનાર એક્ટ્રેસની પણ અલગ સૂચી જાહેર કરી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips akshay kumar forbes