પૉલિટિક્સમાં નહીં, ફિલ્મમેકિંગમાં રસ છે અક્ષયકુમારને

05 July, 2022 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે અત્યાર સુધી ૧૫૦ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે

ફાઇલ તસવીર

અક્ષયકુમારને પૉલિટિક્સમાં જોડાવા વિશે પૂછવામાં આવ્યુ હતું. એનો જવાબ આપતાં તેણે કહ્યું કે તેને ફિલ્મો બનાવાવમાં વધુ રસ છે. તેણે અત્યાર સુધી ૧૫૦ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. ભાઈબહેનોના સંબંધો પર પ્રકાશ પાડતી ફિલ્મ ‘રક્ષાબંધન’ રિલીઝને આરે છે. પૉલિટિક્સ વિશે પૂછવામાં આવતાં અક્ષયકુમારે કહ્યું કે ‘હું ફિલ્મો બનાવીને અતિશય ખુશ છું. એક ઍક્ટર તરીકે હું શક્ય એટલા સામાજિક મુદ્દાઓને ઉઠાવવામાં માનુ છું. મેં ૧૫૦ ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. એ બધામાં મારા દિલની સૌથી નજીક ‘રક્ષાબંધન’ છે. હું કમર્શિયલ ફિલ્મોને ક્યારેક સામાજિક મુદ્દાઓ સાથે દેખાડું છું. હું વર્ષમાં ત્રણ-ચાર ફિલ્મો પ્રોડ્યુસ કરું છું.’

entertainment news bollywood bollywood news bollywood gossips akshay kumar