અક્ષયકુમાર તેની બહેનને દેવી માને છે

09 August, 2022 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેની બહેન અલકા ભાટિયા સાથે તેના સંબંધો પણ ખાસ છે

અક્ષય કુમાર

અક્ષયકુમારે જણાવ્યું છે કે તે તેની બહેનને દેવી માને છે. તેને બાળપણથી જ આ વાત તેના પેરન્ટ્સે શીખવી હતી. તેની બહેન અલકા ભાટિયા સાથે તેના સંબંધો પણ ખાસ છે. સાથે જ તે તેની બહેનને ફ્રેન્ડ પણ માને છે. ‘રક્ષાબંધન’ના પ્રમોશન દરમ્યાન પોતાની બહેન વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મારી બહેન સાથે મારા સંબંધો પ્રેમાળ છે. મારી બહેનને મારાથી જરાપણ ડર નથી લાગતો અને તેનો સ્વભાવ પણ ખૂબ શાંત છે. અમારી વચ્ચે કદી ઝઘડા પણ નથી થયા. મારો ગુસ્સો ક્યારેક વધી જાય તો પણ તે હંમેશાં શાંત રહે છે. બાળપણથી જ મારા પેરન્ટ્સે મને શીખવ્યું છે કે મારી બહેન માત્ર મારી બહેન નથી, પરંતુ તે દેવી છે. એથી મારા માટે તે આજે પણ દેવી સમાન છે.’

bollywood news entertainment news bollywood gossips bollywood akshay kumar raksha bandhan upcoming movie