અક્ષય-કિયારાની લક્ષ્મીને ડિઝની + હૉટસ્ટાર પર મળ્યું સૌથી વધુ ઓપનિંગ

11 November, 2020 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષય-કિયારાની લક્ષ્મીને ડિઝની + હૉટસ્ટાર પર મળ્યું સૌથી વધુ ઓપનિંગ

અક્ષયકુમાર

અક્ષયકુમાર અને કિયારા અડવાણીની ફિલ્મ ‘લક્ષ્મી’ને ખૂબ જ અદ્ભુત ઓપનિંગ મળ્યું છે. ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થયેલી આ ફિલ્મે થોડા જ કલાકોમાં આ રેકૉર્ડ બનાવી દીધો હતો. અગાઉ જેટલી પણ ફિલ્મ રિલીઝ થઈ હતી એના કરતાં આ ફિલ્મને ખૂબ જ સારી વ્યુઅરશિપ મળી છે. આ વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘અમારી ‘લક્ષ્મી’ને જે રીતે રિસ્પૉન્સ મળ્યો છે એને લઈને હું ખૂબ જ ખુશ છું. ડિઝની + હૉટસ્ટાર પર ફિલ્મ સ્ટ્રીમ થઈ એના કલાકોમાં જ દેશભરના લાકો જોવા માંડ્યા એ જાણીને ખૂબ જ સારી ફીલિંગ આવી રહી છે. બૉક્સ-ઑફિસનો આંકડાની વાત હોય કે પછી સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર ઓપનિંગ નાઇટનો રેકૉર્ડ તોડવાની વાત કોને નથી ગમતી? આ ફીલિંગ્સ ખૂબ જ અદ્ભુત હોય છે.’

entertainment news bollywood bollywood news laxmmi bomb hotstar akshay kumar kiara advani