અક્ષય ઘૂંટણિયે બેસતા ટ‍્વિન્કલની જોવાઈ રહી છે રાહ

25 May, 2022 01:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અક્ષયકુમાર હાલમાં જ માનુષી છિલ્લર માટે ઘૂંટણિયે બેસેલો જોવા મળતાં સોશ્યલ મીડિયા પર તેમના ફૅન્સ હવે ટ‍્વિન્કલ ખન્નાના જવાબની રાહ જોઈ રહ્યા છે.

અક્ષય ઘૂંટણિયે બેસતા ટ‍્વિન્કલની જોવાઈ રહી છે રાહ

અક્ષયકુમાર હાલમાં જ માનુષી છિલ્લર માટે ઘૂંટણિયે બેસેલો જોવા મળતાં સોશ્યલ મીડિયા પર તેમના ફૅન્સ હવે ટ‍્વિન્કલ ખન્નાના જવાબની રાહ જોઈ રહ્યા છે. ટ‍્વિન્કલ હંમેશાં તેના ઇન્ટરેસ્ટિંગ જવાબો માટે જાણીતી છે. હાલમાં એક​ વિડિયો ઑનલાઇન વાઇરલ થયો છે જેમાં માનષી યલો લેહંગામાં છે અને અક્ષયકુમાર તેના માટે ઘૂંટણિયે બેઠેલો જોવા મળી રહ્યો છે. આ વિડિયોને લઈને યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે ‘આ વિડિયો જોયા બાદ ટ‍્વિન્કલ ખન્ના શું કરશે એની રાહ જોઈ રહ્યો છું.’
અન્ય યુઝરે કમેન્ટ કરી હતી કે ‘ટ‍્વિન્કલ ખન્ના ક્યાં છે?’ આ સાથે જ એક અન્ય યુઝરે કમેન્ટ કરી હતી કે ‘આ વિશે ટ‍્વિન્કલ ફની વિડિયો અપલોડ કરે એની રાહ જોઈ રહ્યા છીએ.’

bollywood news entertainment news akshay kumar twinkle khanna