અજય દેવગનની ‘થૅન્ક ગૉડ’ આવતા વર્ષે થશે રિલીઝ

22 November, 2021 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘અમને એ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે કૉમેડીની સાથે એક અગત્યના મેસેજવાળી અમારી ફિલ્મ ‘થૅન્ક ગૉડ’ ૨૦૨૨ની ૨૯ જુલાઈએ રિલીઝ થવાની છે.’

અજય દેવગન

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ‘થૅન્ક ગૉડ’ આવતા વર્ષે ૨૯ જુલાઈએ રિલીઝ થવાની છે. આ કૉમેડી ફિલ્મને ઇન્દ્ર કુમારે ડિરેક્ટ કરી છે અને ભૂષણ કુમાર, ક્રિષન કુમાર અને માર્કંડ અધિકારી સહિત અનેકે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરતાં અજય દેવગને કૅપ્શન આપી હતી કે ‘અમને એ વાતની જાહેરાત કરતાં ખુશી થાય છે કે કૉમેડીની સાથે એક અગત્યના મેસેજવાળી અમારી ફિલ્મ ‘થૅન્ક ગૉડ’ ૨૦૨૨ની ૨૯ જુલાઈએ રિલીઝ થવાની છે.’
આ ફિલ્મને લઈને સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘થૅન્ક ગૉડ’ એક સ્વીટ, સમકાલીન અને એક સારો સંદેશ આપશે. મારા માટે તો મેસેજ આપવો એ જરૂરી છે અને ફિલ્મ એ જ પ્રયાસ કરી રહી છે. મને પૂરી ખાતરી છે કે લોકો એને જોઈને ચોંકી જશે. ‘થૅન્ક ગૉડ’ આભાર દર્શાવતી ફિલ્મ છે, જે હાલના સમયમાં ખૂબ અગત્યનું છે.’

bollywood news bollywood bollywood gossips ajay devgn entertainment news