અજય દેવગનની ‘દૃશ્યમ 2’ આ વર્ષે ૧૮ નવેમ્બરે થશે રિલીઝ

22 June, 2022 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગન, અક્ષય ખન્ના અને તબુની ‘દૃશ્યમ 2’ આ વર્ષે ૧૮ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

અજય દેવગણ

અજય દેવગન, અક્ષય ખન્ના અને તબુની ‘દૃશ્યમ 2’ આ વર્ષે ૧૮ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૧૫માં આવેલી ‘દૃશ્યમ’ની સીક્વલ છે. 
આ ફિલ્મ મોહનલાલની મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક હતી. ‘દૃશ્યમ 2’ને ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને ક્રિષ્ન 
કુમારે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. અભિષેક પાઠકે ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શ્રિયા સરન, રજત કપૂર અને ઈશિતા 
દત્તા પણ જોવા મળવાનાં છે. વિજય સાળગાંવકરના રોલને અજય દેવગન ફરીથી સ્ક્રીન પર સાકાર કરશે. 

bollywood news entertainment news ajay devgn