‘ભોલા’ યાત્રા શરૂ કરી અજય દેવગને

13 March, 2023 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ભોલા ટ્રક થાણેથી શરૂ થઈને સુરત, અમદાવાદ, ઉદયપુર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી, કાનપુર અને લખનઉ જશે.

અજય દેવગન

અજય દેવગને તેની ‘ભોલા’ યાત્રાને શરૂ કરી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘ભોલા’ને પ્રમોટ કરવા માટે એક રોડ ટ્રિપ શરૂ કરી છે જે નવ શહેરમાં કરવામાં આવશે. આ ભોલા ટ્રક થાણેથી શરૂ થઈને સુરત, અમદાવાદ, ઉદયપુર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી, કાનપુર અને લખનઉ જશે. આ ટ્રકમાં કેટલીક ફન ઍક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે જે લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડશે. આ ટ્રકને આ નવ શહેરની જાણીતી જગ્યાએ મૂકવામાં આવશે અને ત્યાં લોકો સાથે તેઓ ઇન્ટરૅક્ટ કરશે. અજયની આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood ajay devgn upcoming movie