Tanhajiના ટ્રેલર પર વિવાદ, NCP નેતાએ કરી સીન બદલવાની અપીલ

13 January, 2020 04:23 PM IST  |  Mumbai

Tanhajiના ટ્રેલર પર વિવાદ, NCP નેતાએ કરી સીન બદલવાની અપીલ

તાનાજી - ધ અનસંગ વૉરિયર

બૉલીવુડ એક્ટર અજય દેવગન સ્ટારર ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને લોકો એના ઘણા વખાણ પણ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરના વખાણની સાથે ફિલ્મ ટ્રેલરને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. ઐતિહાસિક તથ્યોમાં પરિવર્તન લાવવાના આક્ષેપોને લઈને ટ્રેલરને લઈને વિવાદ ઊભો થયો છે અને હવે આ સીનને બદલવાની માંગ કરવામાં આવી રહી છે.

આ વિવાદમાં એનસીપીના નેતા અને ધારાસભ્ય ડૉક્ટર જિતેન્દ્ર આવ્હાડે મેકર્સને કેટલાક સીચ બદલવાની ચેતવણી આપી છે અને કહ્યું છે કે તમે આને ધમકી પણ માની શકો છો. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત પર આરોપ લગાવવામાં આવ્ય છે કે એમણે ફિલ્મમાં ઈતિહાસ ખોટી રીતે અને અનૈતિક રીતે બતાવવામાં આવ્યો છે અને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેને લઈને ખોટી જાણકારી આપવામાં આવી છે.

આવ્હાડે ટ્વીટ કર્યું છે, ઓમ રાઉત, મેં ટ્રેલર જોયું અને એમાં તમારે કેટલાક બદલાવ કરવાની જરૂર છે. જો આ બદલાવ તરત નહીં કરવામાં આવ્યો તો હું ફિલ્મના વિરૂદ્ધ એક્શન લઈશ. જો મેકર્સ મારી ડિમાન્ડને ધમકીના રૂપમાં લે છે તો લઈ શકે છે. જોકે અત્યાર સુધી ફિલ્મ મેકર્સના તરફથી આ આરોપો પર સ્પષ્ટીકરણ નથી આવ્યું.

આ પણ જુઓ : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

આની પહેલા સંભાજી બ્રિગેડે પણ ફિલ્મને લઈને સવાલ ઉચક્યાં છે. આ સંગઠને ટ્રેલરમાં ત્રણ પ્રમુખ સીન પર નિર્માતાઓથી સ્પષ્ટીકરણ માંગ્યું ચે. સંગઠને કાજોલના કેટલાક ડાયલૉગ પર પણ નિર્માતાઓને સવાલ પૂછ્યા છે. એમણે શિવાજી મહારાજ પર લાકડીની છડી ફેંકનારા વ્યક્તિ વિશે પણ પૂછ્યું છે. અંતમાં શિવાજી મહારાજની છબીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યા કારણકે શિવાજી મહારાજ એક ધર્મનિરપેક્ષ અને વ્યાપક રાજા હતા.

ajay devgn saif ali khan kajol bollywood news entertaintment tanhaji: the unsung warrior