બીજી ઑક્ટોબરથી ‘દૃશ્યમ 2’નું પ્રમોશન શરૂ થશે

19 September, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ૧૮ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે

અજય દેવગન અને તબુ

અજય દેવગન અને તબુની ‘દૃશ્યમ 2’નું પ્રમોશન બીજી ઑક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષથી શરૂ કરવામાં આવ્યું હતું. ફિલ્મ ૧૮ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, રજત કપૂર અને શ્રિયા સરણ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું જ્યારથી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે ત્યારથી જ લોકોમાં એને જોવાનો ઉત્સાહ છે. અભિષેક પાઠકે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે.

entertainment news bollywood news bollywood ajay devgn upcoming movie tabu shriya saran akshaye khanna rajat kapoor