30 September, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં દીકરી આરાધ્યા બચ્ચન સાથે પૅરિસ ફૅશન વીકમાં હાજરી આપવા પૅરિસ પહોંચી છે. પૅરિસમાં ક્લિક થયેલી મા-દીકરીની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. આ તસવીરમાં ઐશ્વર્યાના ઘટેલા વજને બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ફૅન્સે તેના ટ્રાન્સફૉર્મેશનની નોંધ લીધી છે. આ તસવીરોમાં આરાધ્યા બચ્ચન પણ કૂલ અને કૅઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણે ઓવરસાઇઝ્ડ ડેનિમ જૅકેટ, વાઇટ અને ગ્રીન ટૉપ સાથે જીન્સ પહેર્યાં હતાં.
ઐશ્વર્યાએ ફૅનને લગાડી ગળે
ઐશ્વર્યા અને આરાધ્યા પૅરિસમાં હોટેલ પહોંચ્યાં કે તરત જ ફોટોગ્રાફર્સ અને ફૅન્સે તેમને ઘેરી લીધાં હતાં. આ સમયનો એક વિડિયો સામે આવ્યો છે જેણે બધાનું દિલ જીતી લીધું છે. આ વિડિયોમાં એક ફૅન ઐશ્વર્યાને ગળે મળીને એટલી ભાવુક થઈ જાય છે કે તે રડવા લાગે છે. આ સંજોગોમાં ઐશ્વર્યાએ ચાહકને ગળે લગાડીને સાંત્વના આપી. એટલું જ નહીં, તેણે પોતાના હાથે તેનાં આંસુ લૂછ્યાં અને હસીને તેની સાથે પોઝ પણ આપ્યો. ઐશ્વર્યાના આ પ્રેમાળ અને વિનમ્ર વર્તનની સોશ્યલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.