01 October, 2025 10:14 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ઐશ્વર્યા રાય બચ્ચને બ્યુટી બ્રૅન્ડ લૉરિયલ પૅરિસની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર રૅમ્પ-વૉક કર્યું હતું
પૅરિસ ફૅશન વીક 2025ની શરૂઆત સોમવારથી થઈ છે. આ ફૅશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચને ગ્લોબલ બ્યુટી બ્રૅન્ડ લૉરિયલ પૅરિસની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે હૉલીવુડ-સ્ટાર્સ અને ઇન્ટરનૅશનલ સુપરમૉડલ્સ સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. આ રૅમ્પ-વૉક વખતે ઐશ્વર્યાએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલું ડાયમન્ડ જડિત બ્લૅક આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું. આ આઉટફિટ સાથે બોલ્ડ રેડ લિપસ્ટિક તેમ જ હીરા-પન્નાનો બ્રોચ લગાવીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ આઉટફિટમાં ઐશ્વર્યા સુંદર દેખાતી હતી અને તેણે રૅમ્પ-વૉક કરતી વખતે નમસ્તે કરીને અને ફ્લાઇંગ કિસ આપીને દિલ જીતી લીધાં હતાં.