ઇન્ડિયન નેવી સાથે સલમાન

12 August, 2022 12:53 PM IST  |  Vishakapatnam | Gujarati Mid-day Correspondent

દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો છે એવામાં તેણે દેશના આ જાંબાઝ વીરો સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું

ઇન્ડિયન નેવી સાથે સલમાન ખાન

સલમાન ખાને વિશાખાપટ્ટનમમાં ભારતીય નેવીના જવાનો સાથે દિવસ પસાર કરીને તેમની સાથે ખૂબ મસ્તી પણ કરી હતી. એના\ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. તેના ફૅન્સને પણ તેની આ અદા ખૂબ પસંદ આવી છે. કેટલાક ફોટોમાં તેણે નેવીના ઑફિસર્સ સાથે પુશઅપ્સ કર્યાં હતાં, તેમની સાથે તિરંગો લહેરાવ્યો હતો, તેમની સાથે ફોટો ક્લિક કરીને તેમને ઑટોગ્રાફ પણ આપ્યા હતા. સલમાને વાઇટ શર્ટ અને બ્લૅક ડેનિમ પર નેવીની કૅપ પણ પહેરી હતી. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો છે એવામાં તેણે દેશના આ જાંબાઝ વીરો સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું. દેશના સૈનિકો પોતાના પરિવારથી દૂર રહીને દેશની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરે છે. તેમની દેશભક્તિ અને સાહસભરી સ્ટોરી સાંભળીને સલમાન પણ ઇમોશનલ થઈ ગયો હતો.

entertainment news bollywood news bollywood Salman Khan indian navy visakhapatnam independence day