‘ધાકડ’ની પછડાટ બાદ કંગનાની ‘તેજસ’ના કેટલાક સીન્સ થશે રીશૂટ

04 June, 2022 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એને હવે ઑનલાઇન રિલીઝ કરવામાં આવે એવી પણ ચર્ચા છે

‘ધાકડ’ની પછડાટ બાદ કંગનાની ‘તેજસ’ના કેટલાક સીન્સ થશે રીશૂટ

બૉક્સ-ઑફિસ પર કંગના રનોટની ‘ધાકડ’ ખરાબ રીતે પછડાયા બાદ હવે તેની આગામી ફિલ્મ ‘તેજસ’ના કેટલાક સીન્સ રીશૂટ કરવાની સાથે એને ઑનલાઇન રિલીઝ કરવાની પણ ચર્ચા ચાલી રહી છે. લોકોને આ ફિલ્મ પસંદ ન પડી અને ક્રિટિક્સે પણ એના નેગેટિવ રિવ્યુ આપતાં આ ફિલ્મ તરત થિયેટર્સમાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે તેની ‘તેજસ’ બની રહી છે, પણ આ ફિલ્મ સાથે એવું કાંઈ ન થાય એ માટે હવે તકેદારી લેવામાં આવી રહી છે. આ જ કારણ છે કે રૉની સ્ક્રૂવાલાએ ફિલ્મના કેટલાક ભાગનું રીશૂટ કરવાનું નક્કી કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ માટે ડિજિટલ પ્લૅટફૉર્મ પર કદાચ પસંદગી ઉતારવામાં આવે. તેમના કહેવા મુજબ જો ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિલ્મ રિલીઝ કરવામાં આવે તો એનાથી પ્રોડ્યુસર, ઍક્ટર્સ અને ડિરેક્ટરને પણ ફાયદો થાય એમ છે. બૉક્સ-ઑફિસ પર ‘ધાકડ’ની જે દશા થઈ એવી દશા ‘તેજસ’ની ન થાય એની તકેદારી મેકર્સ લેવા માગે છે. આ ફિલ્મ મહિલા ફાઇટર પાઇલટ પર આધારિત છે, એથી કંગનાની બાબતમાં એવું કહી શકાય કે ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી-ફૂંકીને પીશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news kangana ranaut