વર્ક મોડ ઑન

16 October, 2021 06:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિવૉર્સ બાદ સમન્થા રૂથ પ્રભુએ તેની નવી ફિલ્મની જાહેરાત કરી

વર્ક મોડ ઑન

ડિવૉર્સ બાદ સમન્થા રૂથ પ્રભુએ હવે કામની શરૂઆત કરી છે. તે ડ્રીમ વૉરિયર પિક્ચર્સના આગામી પ્રોજેક્ટમાં જોવા મળશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. પ્રોડક્શન-હાઉસની આ ૩૦મી ફિલ્મ છે. ફિલ્મને શાંતરુબન જ્ઞાનશેખરન ડિરેક્ટ કરશે. આ ફિલ્મ તામિલ અને તેલુગુમાં બનાવવામાં આવશે. મેકર્સે ફિલ્મનું પોસ્ટર શૅર કર્યું છે અને એમાં સમન્થા જોવા મળે છે. સમન્થાની ‘શકુંતલમ’ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે. એ ફિલ્મનું તેણે ડબિંગ શરૂ કર્યું છે. સમન્થાનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ડ્રીમ વૉરિયર પિક્ચર્સે કૅપ્શન આપી છે, ‘અમને સમન્થા સાથેની ફિલ્મની જાહેરાત કરવાની ખુશી છે. ફિલ્મને શાંતરુબન ડિરેક્ટ કરશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news