‘પુષ્પા’માં મારો પર્ફોર્મન્સ જોઈ મેકર્સે મને ‘ઍનિમલ’ માટે અપ્રોચ કરી : રશ્મિકા

01 July, 2022 09:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેં આ ફિલ્મમાં કામ કરવા માટે જરાય વિચાર નહોતો કર્યો, કારણ કે મને પૂરો ભરોસો હતો કે મારી આ નવી સાઇડ જોઈને દર્શકોને પણ મજા આવશે.’

‘પુષ્પા’માં મારો પર્ફોર્મન્સ જોઈ મેકર્સે મને ‘ઍનિમલ’ માટે અપ્રોચ કરી : રશ્મિકા

રશ્મિકા મંદાનાનું કહેવું છે કે ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’માં તેનો પર્ફોર્મન્સ જોઈને મેકર્સે તેને ‘ઍનિમલ’ માટે અપ્રોચ કરી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’માં રશ્મિકાની સાથે અલ્લુ અર્જુન પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મની સીક્વલ પણ બની રહી છે. ‘ઍનિમલ’માં રશ્મિકા સાથે રણબીર કપૂર લીડ રોલમાં છે. તો અમિતાભ બચ્ચન સાથે ‘ગુડબાય’ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘મિશન મજનૂ’માં પણ તે જોવા મળવાની છે. ‘ઍનિમલ’માં રોલ મળવાનું શ્રેય ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ને આપતાં રશ્મિકાએ કહ્યું કે ‘મારી ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’માં મારો પર્ફોર્મન્સ જોઈને ‘ઍનિમલ’ના મેકર્સે મને અપ્રોચ કરી હતી. મેં આ ફિલ્મમાં કામ કરવા માટે જરાય વિચાર નહોતો કર્યો, કારણ કે મને પૂરો ભરોસો હતો કે મારી આ નવી સાઇડ જોઈને દર્શકોને પણ મજા આવશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news