રાજ કુન્દ્રા બાદ હવે તેની બહેને પણ સ્વીકારી કવિતાના અફેરની વાત

14 June, 2021 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ કુન્દ્રાએ કવિતા કુન્દ્રા સાથે થયેલા ડિવૉર્સનાં ૧૫ વર્ષ બાદ જણાવ્યું હતું કે તેની એક્સ-વાઇફનું તેના બનેવી સાથે અફેર હતું

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રાએ કવિતા કુન્દ્રા સાથે થયેલા ડિવૉર્સનાં ૧૫ વર્ષ બાદ જણાવ્યું હતું કે તેની એક્સ-વાઇફનું તેના બનેવી સાથે અફેર હતું. હવે આ વાત પર રાજની બહેન રીના કુન્દ્રાએ પણ મહોર લગાવી છે. કવિતા સાથેના લગ્નજીવન દરમ્યાન તેની સાથે થયેલા કડવા અનુભવો પર રાજે અનેક માહિતી આપી હતી. રાજે કહ્યું હતું કે ‘મારી મમ્મીએ ઘણી વખત મારી એક્સ-વાઇફને મારી બહેનના હસબન્ડ સાથે રંગેહાથ પકડી હતી. એમાં બે પરિવાર વિખેરાઈ ગયા છે. મારી બહેન અને તેનો હસબન્ડ ભારતથી લંડન સેટલ થવા‍ આવ્યાં હતાં. અમે બધાં એક જ ઘરમાં રહેતાં હતાં. મારી એક્સ-વાઇફ મારા એક્સ-બનેવી સાથે ખૂબ નજીક આવી ગઈ હતી. તેઓ એકબીજા સાથે વધુ સમય પસાર કરતાં હતાં. ખાસ કરીને ત્યારે જ્યારે હું બિઝનેસ ટ્રિપ પર ગયો હોઉં. મારા પરિવારે અને મારા ડ્રાઇવરે પણ જણાવ્યું હતું કે આ બન્ને વચ્ચે કંઈક તો છે. જોકે મેં કોઈની પણ વાત પર ભરોસો નહોતો કર્યો.’

હવે રાજની બહેન રીના કુન્દ્રાએ કહ્યું હતું કે ‘હું કવિતાને મારી મોટી બહેન માનતી હતી. હું તેને પ્રેમ કરતી હતી અને તેના પર મને ખૂબ ભરોસો હતો. અમે બન્ને એકબીજાની ખૂબ નજીક હતાં. મેં કદી પણ નહોતું વિચાર્યું કે તે મારી સાથે આવું કરશે. એનાથી ખરેખર મારું દિલ તૂટી ગયું હતું.’

entertainment news bollywood bollywood news bollywood gossips raj kundra