અઘરાં પાત્રો ભજવીને એમાંથી જલદી બહાર નીકળવું મુશ્કેલ હોય છે : વિક્રાન્ત મેસી

21 July, 2021 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ‘લૂટેરા’, ‘અ ડેથ ઇન ધ ગુંજ’, ‘છપાક’ અને ‘ક્રિમિનલ જસ્ટિસ’માં કામ કર્યું હતું

વિક્રાન્ત મેસી

વિક્રાન્ત મેસીનું કહેવું છે કે અઘરાં પાત્રો ભજવ્યા બાદ એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. તેણે ‘લૂટેરા’, ‘અ ડેથ ઇન ધ ગુંજ’, ‘છપાક’ અને ‘ક્રિમિનલ જસ્ટિસ’માં કામ કર્યું હતું. રોલ વિશે વિક્રાન્તે કહ્યું હતું કે ‘એક સામાન્ય ધારણા છે કે ઍક્ટર્સને તેનાં પાત્રોને લઈને ઓળખવામાં આવે છે. એને નકારી ન શકાય. એવાં કેટલાંય પાત્રો હોય છે જેમાં તમે ઊંડાણપૂર્વક ઊતરી જાઓ છો. જો પાત્રો ગંભીર હોય તો તમે પણ એના જેવા જ બની જાઓ છો. આવું બધા સાથે થાય છે. ઍક્ટર્સ ખૂબ સંવેદનશીલ હોય છે. એથી તમારી ફૅમિલી અને ફ્રેન્ડ્સનો સ્ટ્રૉન્ગ સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. જે તમને તમારા પ્રોફેશનથી નહીં પરંતુ તમે જે છો એની સાથે સ્વીકાર કરે.’

‘છપાક’માં ભજવેલા તેના રોલની પણ તેના પર ખૂબ ઊંડી અસર થઈ હતી. એથી તેણે હળવી કૉમેડી ભજવવાનું નક્કી કર્યું હતું. તેની ‘14 ફેરે’ ૨૩ જુલાઈએ રિલીઝ થવાની છે. કૉમેડી વિશે વિક્રાન્તે કહ્યું હતું કે ‘આ મારો પહેલેથી જ નિર્ણય હતો. હું કોઈ ગંભીર પાત્રો હવે નહોતો ભજવવા માગતો. હું આવા રોલ કરવા માગતો હતો. એટલા માટે નહીં કે મારે ગંભીર પાત્રોમાંથી બ્રેક લેવો હતો, પરંતુ એટલા માટે કે હું અલગ-અલગ ફિલ્મો પર હાથ અજમાવવા માગતો હતો. સાથે જ એક ઍક્ટર તરીકેની મારી અલગ પ્રતિભા પણ દેખાડવા માગતો હતો.’

entertainment news bollywood bollywood news bollywood gossips vikrant massey