યુક્રેનમાં કામની સાથે વેકેશન માણતો આફતાબ શિવદાસાણી

29 July, 2021 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે હાલમાં યુક્રેનમાં નીરજ પાન્ડેની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’નું શૂટિંગ કરી રહ્યો છે

આફતાબ શિવદાસાણી

આફતાબ શિવદાસાણી હાલમાં યુક્રેનમાં નીરજ પાન્ડેની ‘સ્પેશ્યલ ઑપ્સ 1.5’નું શૂટિંગ કરી રહ્યો છે. તે પહેલી વાર યુક્રેન ગયો છે. આ વિશે પોતાનો અનુભવ જણાવતાં આફતાબ શિવદાસાણીએ કહ્યું હતું કે ‘અહીંનું હવામાન થોડું વૉર્મ છે. ૨૯-૩૦ ડિગ્રી જેવી હશે. અહીં દિવસ લાંબો હોય છે, કારણ કે રાતે સાડાનવ વાગ્યે સૂર્યાસ્ત થાય છે. આથી દિવસ દરમ્યાન ઘણાં કામ કરી શકાય છે. અમે સવારે સાત વાગ્યે કામ શરૂ કરીએ છીએ. આથી છ વાગ્યે ઊઠી જવું પડે છે. લોકલ ક્રૂ ખૂબ જ સારા અને સપોર્ટિવ છે. અહીંનું લોકલ ફૂડ ખાવાની મને વધુ તક નથી મળી, કારણ કે બધુ નૉનવેજ હોય છે અને હું વેજિટેરિયન છું. કામની સાથે મેં થોડું સાઇટસીઇંગ પણ કર્યું છે. મેં ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર, સેન્ટ સોફિયાઝ ચર્ચ, સેન્ટ માઇકલ્સ ચર્ચ જેવી ઘણી જગ્યાની મુલાકાત લીધી છે.’

entertainment news bollywood bollywood news aftab shivdasani