આદિત્ય રૉય કપૂર હવે નેટફ્લિક્સની વેબ-સિરીઝમાં

13 May, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દોઢ મહિનામાં શૂટિંગ શરૂ થશે અને આ વર્ષના એન્ડ સુધીમાં સિરીઝ પ્લૅટફૉર્મ પર આવી પણ જશે

આદિત્ય રૉય કપૂર

થિયેટરો જે રીતે કોવિડની મહામારી વચ્ચે બંધ થયાં છે એ જોતાં ઍક્ટર પણ હવે સમજી ગયા છે કે અત્યારના તબક્કે ટકી રહેવા માટે ડિજિટલ પ્લૅટફૉર્મનો સહારો લેવો પડશે. અભિષેક બચ્ચન, મનોજ બાજપાઈ, કુણાલ ખેમુ જેવા સ્ટાર પછી હમણાં અજય દેવગને પણ વેબ-સિરીઝની અનાઉન્સમેન્ટ કરી તો ગઈ કાલે આદિત્ય રૉય કપૂરે પણ નેટફ્લિક્સની વેબ-સિરીઝ સાઇન કરી. અગાઉ આદિત્ય અનુરાગ કશ્યપ સાથે ‘લુડો’ નામની ફિલ્મમાં વેબ પ્લૅટફૉર્મ પર આવી ગયો છે. 

entertainment news bollywood bollywood news aditya roy kapur