જેટલું જલદી બને એટલું થિયેટર્સમાં જવું છે અદિતિ રાવ હૈદરીને

18 April, 2021 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું એને મિસ કરી રહી છું, કારણ કે થિયેટર્સ સાથે એક મૅજિક જોડાયેલું છે. તેની સાથે મારું બાળપણ જોડાયેલું છે અને એ ખૂબ અલગ એક્સ્પીરિયન્સ છે. તમે ત્યાં જાઓ છો અને એ સમય દરમ્યાન તમે એ જ દુનિયાનો એક ભાગ બની જાઓ છો.

અદિતિ રાઓ હૈદરી

અદિતિ રાવ હૈદરીને જેટલું જલદી બને એટલું જલદી થિયેટર્સમાં જવું છે. તે હાલમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર કામ કરીને તેના દર્શકોને એન્ટરટેઇન કરી રહી છે, પરંતુ તે હવે થિયેટર્સને મિસ કરી રહી છે. આ વિશે વાત કરતાં અદિતિએ કહ્યું કે ‘હું એને મિસ કરી રહી છું, કારણ કે થિયેટર્સ સાથે એક મૅજિક જોડાયેલું છે. તેની સાથે મારું બાળપણ જોડાયેલું છે અને એ ખૂબ અલગ એક્સ્પીરિયન્સ છે. તમે ત્યાં જાઓ છો અને એ સમય દરમ્યાન તમે એ જ દુનિયાનો એક ભાગ બની જાઓ છો.’
લૉકડાઉનને કારણે ડિજજિટલ પ્લૅટફૉર્મમાં બૂમ થયો છે. આ વિશે અદિતિએ કહ્યું કે ‘લૉકડાઉનમાં ડિજિટલ પ્લૅટફૉર્મ આપણા બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં છે. આપણે આ સમય દરમ્યાન ઘણા સારા-સારા કન્ટેન્ટ જોયાં છે જેમાં રાઇટિંગ અને ઍક્ટિંગ અદ્ભુત હતી. એક ઍક્ટર તરીકે એમાં ઘણુંબધું કરી શકાય છે. જોકે ડિરેક્ટર્સ અને રાઇટર્સની સાથે દરેક વ્યક્તિ માટે આ પ્લૅટફૉર્મ ખૂબ સારું છે. એ સાચી વાત છે કે મારાથી જેટલું જલદી બને એટલું જલદી મારે થિયેટર્સમાં જવું છે. જોકે એક સમય એવો આવશે જ્યારે થિયેટર્સને જેટલું મહત્ત્વ આપવામાં આવે છે એટલું જ ડિજિટલ પ્લૅટફૉર્મને પણ આપવામાં આવશે.’

bollywood news bollywood bollywood gossips entertainment news aditi rao hydari