16 June, 2023 04:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિપુરુષ ફિલ્મ પર મીમ્સ
પ્રભાસ (Prabhash),ક્રિતી સેનન (Kriti Sanon)અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ફિલ્મ `આદિપુરુષ` (Adipurush Film)બોક્સ ઓફિસ પર રીલિઝ થઈ ગઈ છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા. પરંતુ `આદિપુરુષ` (Adipurush Film)દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. વાલ્મીકિના મહાકાવ્ય `રામાયણ` પર આધારિત આ ફિલ્મમાં ન તો દર્શકોને પ્રભુ શ્રી રામના પાત્રમાં પ્રભાસ પસંદ આવી રહ્યા છે અને ન તો `રાવણ` તરીકે સૈફ અલી ખાનનો લુક લોકોને પસંદ આવી રહ્યો છે. `આદિપુરુષ` (Adipurush Film)રિલીઝ થયા બાદ ફિલ્મના પાત્રો પરના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. બોલિવૂડ લાઈફના આ અહેવાલમાં જુઓ `આદિપુરુષ` (Adipurush)સાથે જોડાયેલા મીમ્સ.
આ મીમમાં સૈફ અલી ખાન (Saif Ali Khan)સાથે રામાનંદ સાગરના `રાવણ`નો ફોટો મૂકવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે- "મુઝમે લાખો બુરાઈયા હતી પણ હું છપરી ન હતો." તો ત્યાં બીજી એક મીમમાં લખ્યું છે કે જો આજે રામાનંદ સાગર જીવતા હોત તો જીવતા મરી ગયા હોત.
Login • Instagram https://www.instagram.com SVG namespace https://www.w3.org
પ્રભાસની ‘આદિપુરુષ’ ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને એની રિલીઝ અગાઉ ફિલ્મે ૪૩૨ કરોડ રૂપિયા મેળવી લીધા. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, સૈફ અલી ખાન અને સની સિંહ લીડ રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. ફિલ્મ 16 જૂને થિયેટરમાં રિલીઝ થઈ જશે. જોકે ફિલ્મના રિલીઝ પહેલાં જ બજેટનો 85 ટકા ભાગ રિકવર થઈ ગયો છે. એવું જાણવા મળ્યું છે કે સૅટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સમાંથી ફિલ્મને 247 કરોડ રૂપિયા મળ્યા છે. સાથે જ સાઉથમાં આ ફિલ્મ રિલીઝ થવાથી 185 કરોડ રૂપિયા નક્કી મળશે એવો અંદાજ લગાવવામાં આવે છે એટલે એમ કહી શકાય કે રિલીઝ પહેલાં જ થોડો ઘણો બિઝનેસ થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ `આદિપુરુષ` વાલ્મીકિના મહાકાવ્ય રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં જ્યાં અભિનેતા પ્રભાસ ભગવાન રામનું પાત્ર ભજવી રહ્યો છે, ત્યાં અભિનેત્રી કૃતિ સેનન માતા સીતાનો રોલ કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટર સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને ભૂષણ કુમારની ટી-સીરીઝ દ્વારા નિર્મિત છે.