સિદ્ધાર્થ મુશ્કેલીમાં?

11 January, 2022 06:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાઇના નેહવાલ માટે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ લેવામાં આવશે પગલાં

સિદ્ધાર્થ

બૅડ્‍મિન્ટન પ્લેયર સાઇના નેહવાલ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવા બદલ હવે સાઉથના ઍક્ટર સિદ્ધાર્થ વિરુદ્ધ મહિલા આયોગ કાર્યવાહી કરવાનો છે. સિદ્ધાર્થની આવી હરકતથી લોકો પણ ખૂબ રોષે ભરાયા છે. થોડા દિવસો અગાઉ પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવામાં આવ્યો હતો અને તેમની સલામતી પર સવાલ ઊભા થઈ રહ્યા હતા. એને જોતાં ટ્વિટર પર સાઇનાએ ટ્વીટ કર્યું હતું. તેના ટ્વીટ પર રિપ્લાય આપતાં સિદ્ધાર્થે ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એથી રાષ્ટ્રીય મહિલા આયોગે સિદ્ધાર્થને નોટિસ મોકલી છે. સાથે જ આયોગની ચૅર પર્સન રેખા શર્માએ મહારાષ્ટ્રમાં ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને પણ આ દિશામાં તપાસ કરીને કાયદા મુજબ એફઆઇઆર દાખલ કરવા કહ્યું છે. તદુપરાંત 
સોશ્યલ મીડિયામાં મહિલાઓના સન્માનને ઠેસ પહોંચાડનાર સિદ્ધાર્થનું અકાઉન્ટ બ્લૉક કરવા અને કાર્યવાહી કરવા માટે રેખાએ ટ્વિટર ઇન્ડિયાને પણ જણાવ્યું છે.

bollywood news saina nehwal