જાવેદ અખ્તરે દાખલ કરેલા માનહાનિના કેસ મામલે કંગનાએ બોમ્બે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યાં

21 July, 2021 07:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલી ગુનાહિત માનહાનિની ફરિયાદ મામલે કંગના હાઈકોર્ટ પહોંચી છે.

કંગના રનૌત

બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલી ગુનાહિત માનહાનિની ફરિયાદ અંગે સિટી મેજિસ્ટ્રેટ દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીને રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. 

એડવોકેટ રિઝવાન સિદ્દીકી દ્વારા દાખલ અપીલમાં રનૌતે દાવો કર્યો હતો કે અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતે માત્ર પોલીસના અહેવાલ પર આધાર રાખીને તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે અને સાક્ષીઓની સ્વતંત્ર રીતે તપાસ કરી નથી. અખ્તરે નવેમ્બર 2020 માં રનૌત સામે ટેલિવીઝન ઇન્ટરવ્યુમાં તેમની વિરુદ્ધ બદનામી અને પાયાવિહોણી ટિપ્પણી કરવા બદલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

ડિસેમ્બરમાં કોર્ટે  જુહુ પોલીસને તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. પોલીસે તેના અહેવાલમાં જણાવ્યું છે કે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસની જરૂર છે. કોર્ટે રનૌત વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરી અને ફેબ્રુઆરી 2021 માં તેમને સમન્સ જારી કર્યું હતું. 

કંગનાએ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ  પાસે તપાસ કરવાની પુરી સત્તા છે પરંતુ તેના બદલે તેમણે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલા સાક્ષીના નિવેદનો એકત્રિત કર્યા હતા તેને આધાર કાર્યવાહી કરવામાં આવી છે. જેને લઈ કંગનાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટ આ મામલે આગામી સપ્તાહમાં સુનાવણી કરી શકે છે. 

 

bollywood news kangana ranaut javed akhtar entertainment news