અભિનેતા કમલ હાસન કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં આઈસોલેટ, જાણો વિગત

22 November, 2021 04:23 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

લોકપ્રિય અભિનેતા કમલ હાસન કોરોનાથી સંક્રમિત થયા છે.

કમલ હાસન

લોકપ્રિય અભિનેતા કમલ હાસન કોરોનાથી સંક્રમિત થયા છે. જેની જાણકારી ખુદ અભિનેતાએ ટ્વિટ કરી આપી છે. કમલ હાસને ટ્વિટ કરી કહ્યું કે, `યુએસ ટ્રિપ પરથી પરત આવ્યા બાદ થોડી ઉધરસ હતી. ત્યાર બાદ કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું હાલ હોસ્પિટલમાં આઈસોલેટ છું. તમે એ વાતને સમજો કે કોરોના મહામારી હજી ખતમ થઈ નથી.`

અગાઉ, અભિનેતાએ કૃષિ કાયદાની વાપસી પર ટ્વિટ કર્યું હતું, જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. આ ટ્વીટમાં કમલ હાસને ત્રણેય કૃષિ કાયદાઓ પરત  નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે ખેડૂતો સાથે અહિંસક સંઘર્ષ કરીને તેમને જીત મળી છે. આ સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે કેવી રીતે તેમની રાજકીય પાર્ટી મક્કલ નિધિ મય્યમે આ કાયદાઓનો જોરદાર વિરોધ કર્યો હતો.

 નોંધનીય છે કે કમલ હાસન પહેલા ઘણા સ્ટાર્સ કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે. જેમાં આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન અને અભિષેક 

bollywood news entertainment news kamal haasan