અક્ષયકુમારને વિશ્વનો છઠ્ઠો સૌથી ધનવાન ઍક્ટર માને છે અનુરાગ કશ્યપ

09 August, 2022 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ તેની ‘દોબારા’ને પ્રમોટ કરી રહ્યાં છે

અનુરાગ કશ્યપ

અનુરાગ કશ્યપનું કહેવું છે કે અક્ષયકુમાર વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ શ્રીમંત ઍક્ટર છે. સાથે જ અક્ષયકુમાર સૌથી વધુ ટૅક્સ પણ ચૂકવે છે. તાજેતરમાં જ તેને ઇન્કમ-ટૅક્સ વિભાગે ‘સમ્માન પત્ર’ આપીને સન્માનિત કર્યો હતો. અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ તેની ‘દોબારા’ને પ્રમોટ કરી રહ્યાં છે. ૧૯ ઑગસ્ટે આ ફિલ્મ રિલીઝ થવાની છે. પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન સૌથી વધુ ફિલ્મો કરનાર તાપસીને ‘લેડી અક્ષયકુમાર’ કહેવામાં આવી હતી. તો એ વિશે તાપસીએ કહ્યું કે ‘આ પ્રશંસાને હું દિલથી સ્વીકારીશ જો મારો પે ચેક પણ તેની સરખામણીએ આવે તો, નહીં તો પછી એમ કહેવાની કંઈ જરૂર નથી. તે સૌથી વધુ આવક મેળવનારો અને સૌથી વધુ ટૅક્સ આપનારો છે. જોકે મને એટલી ફી નથી મળતી.’

આ સાંભળતાં જ અનુરાગ કશ્યપે કહ્યું કે ‘વિશ્વમાં તે છઠ્ઠો સૌથી વધુ ધનવાન ઍક્ટર છે.’

entertainment news akshay kumar bollywood news bollywood gossips bollywood anurag kashyap