૯માંથી ૮ ફિલ્મોમાં ઐશ્વર્યા કરતાં ઓછી ફી મળી હતી અભિષેકને

29 June, 2021 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું મારી વાઇફ સાથે ૯ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું. એમાંની ૮ ફિલ્મો માટે તેને મારા કરતાં વધુ ફી આપવામાં આવી છે. ઠીક એ જ રીતે ‘પીકૂ’માં સૌથી વધારે ફી મેળવનાર દીપિકા પાદુકોણ હતી.

અભિષેક બચ્ચન (તસવીર સૌજન્ય મિડ-ડે)

અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે તેને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કરેલી ૯માંથી ૮ ફિલ્મોમાં તેની સરખામણીએ ઓછી ફી મળી હતી. આ બન્નેએ ‘ગુરુ’, ‘રાવણ’, ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘સરકાર રાજ’, ‘બન્ટી ઔર બબલી’, ‘ધૂમ 2’, ‘કુછ ના કહો’ અને ‘ઉમરાવ જાન’માં કામ કર્યું હતું. ફી વિશે જણાવતાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે ‘જેન્ડર સમાનતાને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અન્ય ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા ચાલી છે. હું મારી વાઇફ સાથે ૯ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છું. એમાંની ૮ ફિલ્મો માટે તેને મારા કરતાં વધુ ફી આપવામાં આવી છે. ઠીક એ જ રીતે ‘પીકૂ’માં સૌથી વધારે ફી મેળવનાર દીપિકા પાદુકોણ હતી. આ એક બિઝનેસ છે અને જો તમે સેલેબલ ઍક્ટર હો તો તમને એ પ્રમાણે પૈસા મળે છે. તમે નવા કલાકાર હો તો શાહરુખ ખાન જેટલી ફીની ડિમાન્ડ ન કરી શકો.’

bollywood news bollywood bollywood gossips entertainment news abhishek bachchan aishwarya rai bachchan