અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચન માટે બાળપણમાં લખ્યો હતો ક્યૂટ લેટર,થયો વાયરલ

15 November, 2019 03:06 PM IST  |  Mumbai

અભિષેક બચ્ચને અમિતાભ બચ્ચન માટે બાળપણમાં લખ્યો હતો ક્યૂટ લેટર,થયો વાયરલ

અભિષેકે પાપાને લખ્યો પત્ર...

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણીવાર પોતાના પરિવાર સાથે જોડાયેલા કિસ્સાઓ ચાહકો સાથે શેર કરતા રહે છે. આ વાતને દરેક લોકો જાણે છે કે અમિતાભ બચ્ચન પોતાના પરિવારથી ઘણા નજીક છે. હાલમાં જ અભિષેક બચ્ચનનો એક ક્યૂટ લેટર સામે આવ્યો છે. જે બાળપણમાં તેણે પિતા માટે લખ્યો હતો.

હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમણે પોતાના દિકરાએ લખેલો એક ઈમોશનલ લેટર પણ શેર કર્યો છે. આ પોસ્ટ સાથે બિગ બી લખે છે કે, અભિષેકે આ લેટર જ્યારે હું પોતાના લાંબા શેડ્યૂલના કારણે દૂર રહેતો હતો ત્યારે લખ્યો હતો.


બિગ બીએ શેર કરેલા આ લેટરમાં અભિષેક માસૂમ અને ઈમોશનલ લાગી રહ્યા છે. અભિષેકે લેટરમાં લખ્યું છે કે ડાર્લિંગ પાપા, તમે કેમ છો, અમે બધા બરાબર છે. હું તમને ખૂબ જ યાદ કરું છું, પાપા તમે જલ્દી પાછા આવી જશું, હું તમારા સ્મિત માટે પ્રાર્થના કરું છું, પાપા ભગવાન આપણી દુઆ સાંભળી રહ્યા છે, તમે ચિંતા ન કરતા હું મમ્મીનો, શ્વેતા દીદીનું અને ઘરનું ધ્યાન રાખી રહ્યો છું, હું ક્યારેક ક્યારેક તોફાન કરું છું, આઈ લવ યૂ પાપા તમારો ડાર્લિંગ દિકરો અભિષેક.

આ પણ જુઓઃ Rahul Patel: હીરા કારીગરના ઘરે જન્મેલો આ ગુજરાતી આજે છે શબ્દોનો કારીગર

અભિષેકનો આ લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હાલ બિગ બી સોની ટીવી પર પ્રસારિત થતા ગેમ શો કૌન બનેગા કરોડપતિમાં હોસ્ટ તરીકે નજર આવી રહ્યા છે. શોમાં મોકો મળતા જ તેઓ પોતાના બાળકો અને પરિવાર સાથે જોડાયેલા કિસ્સાઓ શેર કરતા રહે છે.

amitabh bachchan abhishek bachchan