28 June, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અભિષેક બચ્ચન ભોપાલમાં
અભિષેક બચ્ચને બુધવારે ભોપાલની બોટ ક્લબમાં તેની આગામી ફિલ્મ ‘કાલીધર લાપતા’નું પ્રમોશન કર્યું હતું. આ પ્રસંગે અભિષેક સાથે આ ફિલ્મમાં તેની સાથે મહત્ત્વનું પાત્ર ભજવતો દૈવિક બાઘેલા પણ હતો. ૮ વર્ષનો દૈવિક ભોપાલનો જ રહેવાસી છે. આ ફિલ્મમાં અભિષેક પોતાના પરિવારથી નાસીપાસ થઈને એક અજાણ્યા અનાથ બાળક સાથે આત્મખોજના રસ્તે ચાલી નીકળે છે. ‘કાલીધર લાપતા’ ચોથી જુલાઈથી ZEE5 પર જોવા મળશે. આ ફિલ્મમાં નિમ્રત કૌર અને મોહમ્મદ ઝીશાન અયુબ પણ છે.