16 December, 2023 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આરાધ્યા બચ્ચન અને ઐશ્વર્યા રાય
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચનના ફોટા અને વીડિયો (Aaradhya Bachchan Video) સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. હવે ફરી એકવાર આરાધ્યા બચ્ચન વાયરલ થઈ રહી છે.
ગઈ કાલે રાત્રે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું વાર્ષિક ફંક્શન યોજાયું હતું, જેમના બાળકો તે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેવા ઘણા સેલેબ્સ પણ ત્યાં હાજર હતા. આ દરમિયાન અભિષેક-ઐશ્વર્યા પણ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. આ ઈવેન્ટમાંથી આરાધ્યાની એક્ટિંગનો એક વીડિયો (Aaradhya Bachchan Video) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આરાધ્યા બચ્ચનની એક્ટિંગનો વીડિયો (Aaradhya Bachchan Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આરાધ્યાની એક્ટિંગ જોઈને ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે અને ઐશ્વર્યા રાય બચ્ચનને યાદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આરાધ્યાનો આ વીડિયો ઐશ્વર્યાના જૂના વીડિયોની સાથે બતાવવામાં આવ્યો છે અને આરાધ્યાને તેની માતાની જેમ એક સારી અભિનેત્રી તરીકે દર્શાવવામાં આવી છે.
ઐશ્વર્યાએ પોતે વીડિયો રેકોર્ડ કર્યો
આરાધ્યાના વીડિયો (Aaradhya Bachchan Video)માં જોઈ શકાય છે કે તે એક ગીત પર ડાન્સ મૂવ્સ કરતી પણ જોવા મળી રહી છે. આરાધ્યા બચ્ચનની જોરદાર એક્ટિંગ જોઈને ઐશ્વર્યા પણ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને તે પોતે પણ પોતાની દીકરીનો વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા સાથે અગસ્ત્ય નંદા અને એક્ટ્રેસની માતા વૃંદા રાય પણ હાજર છે. આરાધ્યાને જોઈને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
બચ્ચન પરિવાર આરાધ્યાને સપોર્ટ કરવા પહોંચ્યો
શાળાના વાર્ષિક દિવસના અવસર પર બચ્ચન પરિવાર આરાધ્યા બચ્ચનને સપોર્ટ કરવા તેમ જ તેનું પરફોર્મન્સ માણવા એકસાથે આવ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા હતા. આ ત્રણેયે મળીને આરાધ્યા બચ્ચનને પ્રોત્સાહિત કરી હતી. હાલના દિવસોમાં જ્યારે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પોતાના અંગત જીવનને લઈને સમાચારમાં છે ત્યારે બચ્ચન ફેમિલીમાંથી આ સમાચાર લોકોમાં આનંદ લાવી રહ્યો છે.
આરાધ્યા બચ્ચને સ્કૂલના એન્યુઅલ ડે ફંક્શનમાં અંગ્રેજી ગીત પર પરફોર્મ કર્યું હતું અને આ ગીત આરાધ્યાએ પોતે ગાયું છે. આરાધ્યાના અવાજ (Aaradhya Bachchan Video)ને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આરાધ્યાએ અનોખી હેરસ્ટાઈલ કરી હતી તેવું પણ જોવા મળી શકે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધ્યા સ્ટાઇલિશ બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.