આમિર ખાનની દીકરીએ પહેરી બોયફ્રેન્ડના માતાની સાડી, જુઓ આયર ખાનનો આ સુંદર લૂક

25 January, 2022 08:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે.

તસવીર સૌજન્ય: અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ/આયર ખાન

આમિર ખાનની દીકરી આયરા ખાન તે સ્ટાર કિડ્સમાંથી એક છે જેમણે ભલે ફિલ્મોની દુનિયામાં પગ ન મૂક્યો હોય, પરંતુ તે હંમેશા પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. આયરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આયરા ખાન તેના અંગત જીવનને લઈને ખૂબ જ બોલ્ડ છે અને તે બોયફ્રેન્ડ નુપુર સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે આયરાએ નુપુરની માતાની સાડી પહેરી છે અને આ સાડીમાં તેની તસવીરો શેર કરી છે. તેણે આ સાડી માટે નુપુરની માતાનો પણ આભાર માન્યો છે.

આયરા ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલી તસવીરોમાં તે સફેદ રંગની સાદી કોટન સાડીમાં જોવા મળી રહી છે. આયરાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે હસતી જોવા મળી રહી છે. આયરાએ એક સાથે બેથી ત્રણ તસવીરો શેર કરી છે, જ્યાં એક તસવીરમાં આયરા, નુપુર અને તેમની માતા જોવા મળે છે, એક તસવીરમાં આયરા બોયફ્રેન્ડ નુપુર સાથે જોવા મળે છે અને એક તસવીરમાં આયરાએ એકલી પોઝ આપી રહી છે, જેમાં તે હેન્ડબેગ લઈને જોવા મળે છે. આ તમામ તસવીરોમાં તે સિમ્પલ લુકમાં સુંદર લાગી રહી છે.

આ તસવીરો શેર કરતાં આયરાએ લખ્યું કે “બોમ્બેની ખાદીની કોટન સાડી, હેપ્પી સન્ડે. આ સાથે તેણે આ સાડી માટે આભાર પણ માન્યો છે અને તેની હેન્ડબેગનો પણ ઉલ્લેખ કર્યો છે. ફેન્સને આયરા ખાનની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે.

entertainment news bollywood news ira khan aamir khan