06 May, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન ગૌરી સ્પ્રૅટ સાથે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો
બોની, અનિલ અને સંજય કપૂરનાં માતા નિર્મલ કપૂરનું શુક્રવારે લાંબી બીમારી પછી અવસાન થયું હતું. તેમને લાંબા સમયથી સ્વાસ્થ્યને લગતી સમસ્યા હતી અને છેલ્લા કેટલાક સમયથી કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આ પછી શનિવારે અનેક સેલિબ્રિટી અનિલ કપૂરના ઘરે કપૂર-પરિવારને દિલસોજી પાઠવવા પહોંચી હતી. આ તમામ સેલિબ્રિટીઓમાં સૌથી વધારે ધ્યાન આમિર ખાનની હાજરીએ ખેંચ્યું હતું. શનિવારે આમિર તેની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે અનિલ કપૂરના ઘરે પહોંચ્યો હતો અને પરિવારના દુઃખમાં સહભાગી બન્યો હતો. આમિરની આ મુલાકાતની વિડિયો-ક્લિપ વાઇરલ બની છે, જેમાં તે બોની કપૂરને ગળે મળીને તેનું દુઃખ હળવું કરવાનો પ્રયાસ કરતો દેખાઈ રહ્યો છે.