આમિર ખાન થયો કોરોના પૉઝિટિવ

25 March, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરેક પ્રોટોકૉલને ફૉલો કરીને તે સારવાર લઈ રહ્યો છે. સાવચેતીને ધ્યાનમાં રાખીને તેના સંપર્કમાં આવેલા તમામે ટેસ્ટ કરાવવી જરૂરી છે. તમારા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના અને ચિંતા બદલ આભાર.’

આમિર ખાન

આમિર ખાન પણ હવે કોરોના પૉઝિટિવ થયો છે. તેના પ્રવક્તા દ્વારા આ ન્યુઝ જણાવવામાં આવ્યા હતા. આમિર હાલમાં તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને વ્યસ્ત છે. તેની ફિલ્મ પર ફોકસ કરવા માટે તે સોશ્યલ મીડિયામાંથી પણ ગાયબ થઈ ગયો છે. જોકે હવે તે કોરોના પૉઝિટિવ થતાં તેના પ્રવક્તા દ્વારા સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં લખ્યું હતું કે ‘મિસ્ટર આમિર ખાન કોવિડ-19 પૉઝિટિવ થયા છે. તે તેના ઘરે સેલ્ફ-ક્વૉરન્ટીન છે. દરેક પ્રોટોકૉલને ફૉલો કરીને તે સારવાર લઈ રહ્યો છે. સાવચેતીને ધ્યાનમાં રાખીને તેના સંપર્કમાં આવેલા તમામે ટેસ્ટ કરાવવી જરૂરી છે. તમારા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના અને ચિંતા બદલ આભાર.’

bollywood news bollywood bollywood gossips aamir khan coronavirus covid19