09 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્ટેશનની બહાર વડાપાંઉ સ્ટૉલ પર આમિર ખાન
આમિર ખાનની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ૨૦ જૂનના દિવસે રિલીઝ થવાની છે. હાલમાં આમિર આ ફિલ્મનું પુરજોશમાં પ્રમોશન કરી રહ્યો છે. આ પ્રમોશનના ભાગરૂપે આમિર દાદર રેલવે-સ્ટેશનની બહાર એક સ્ટૉલ પર વડાપાંઉનો ખાવાનો આનંદ માણતો જોવા મળ્યો હતો. આ સમયે સાદાં કપડાંમાં સજ્જ આમિરે વડાપાંઉ બનાવતાં-બનાવતાં ફૅન્સ સાથે વાતચીત પણ કરી હતી. આમિરની આ પ્રમોશન સ્ટાઇલ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.
સિતારે ઝમીન પરના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં સચિન તેન્ડુલકર અને રાજ ઠાકરે
શુક્રવારે આમિર ખાને તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’નું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખ્યું હતું જેમાં સચિન તેન્ડુલકર પત્ની અંજલિ સાથે તથા રાજ ઠાકરે પત્ની શર્મિલા સાથે આવ્યા હતા.