30 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરેના ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે આમિર ખાન પહોંચ્યો હતો
ગણેશચતુર્થીનો તહેવાર સમગ્ર મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેના ગણપતિબાપ્પાનાં દર્શન કરવા માટે આમિર ખાન પહોંચ્યો હતો. રાજ ઠાકરેના ઘરે દર વર્ષની જેમ આ વખતે પણ ગણપતિબાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. અનેક જાણીતી હસ્તીઓ ત્યાં દર્શન માટે પહોંચી રહી છે. આ સંજોગોમાં આમિર જેવો રાજ ઠાકરેના ઘરે પહોંચ્યો ત્યારે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.